हर बार तुमसे लड़कर
मैं खुद से हार जाती हूँ,.
हर बार सोचती हूँ
अब नही हारना मुझे
इसलिए
कोई नयी लड़ाई
कोई नया विवाद
नहीं चाहिए हमारे बीच,..
पर दुनिया के प्रपंचों से
प्रभावित मन को
मिलती है राहत
सिर्फ तुम्हारी पनाहों में
क्योंकि
सिर्फ तुम
महसूस कर सकते हो
मेरी भावनाएँ मेरी आहों में,..
तुम्हे न खोने का
अटूट विश्वास
मुझे विवश कर देता है
अपनी सीमाओं
और अपने दायरे भूलकर
सब कुछ कह देने को
ये कोई मानसिक असंतुलन
या विक्षिप्तता नहीं,..
इसका कारण है
मुझ पर
तुम्हारा
एकाधिकार
जो एकमात्र वजह है
तुम्हीं से प्यार
और
तुम्हीं से तकरार की,..
पर सुनो!!!
अब मैंने मान लिया
सिर्फ तुम से तुम तक मेरी हदें
और तुम्ही मेरा सुरक्षाकवच
जो दुनिया की बुराईयों से करेगा मेरा संरक्षण
और
अपने दायरों में रहकर करती हूँ मैं तुम्हें अपना सर्वस्व समर्पण,.....
प्रीति सुराना
17/11/2017
હર સમય
ત્હારી સાથે ઝગડીને
હું હારી જાઉં છું ખુદથી..
દરેક વખતે વિચારું છું
હવે હારવું નથી
એટલે જ
કોઈ નવો ઝગડો
કઈ નવો વિવાદ
આપણી વચ્ચે
નહીં જોઈએ....
પરંતુ
જગતનાં પ્રપંચોથી
પ્રભાવિત મનને
શાતા મળે છે
કેવળ ત્હારા શરણમાં
કેમ કે
કેવળ તું જ
મહેસુસ કરી શકે છે
મ્હારી ભાવનાઓને
મ્હારી 'આહ'માં...
તને નહીં ખોવાનો
અતૂટ વિશ્વાસ
વિવશ કરી દે છે મને
મ્હારી મર્યાદાઓ
અને મ્હારા સીમાવર્તુળને
ભૂલીને
સઘળું કહી દેવાને
આ કોઈ માનસિક અસંતુલન કે વિક્ષિપ્તતા નથી....
એનું કારણ છે
મ્હારા ઉપર
ત્હારો
એકાધિકાર
જે એક માત્ર કારણ છે
ત્હારી સાથેનાં સ્નેહ અને
ત્હારી સાથેનાં ઝગડાનું...
પણ સાંભળ...!
હવે મેં સ્વીકારી લીધું છે કે
કેવળ ત્હારાથી ત્હારા સુધી જ છે મ્હારી સીમાઓ...
અને તું જ છે
મ્હારું સુરક્ષાકવચ
જે વિશ્વની બુરાઈઓથી
કરશે મ્હારું રક્ષણ
અને
મ્હારા સીમાક્ષેત્રમાં રહીને
કરું છું હું તને
મ્હારું સર્વસ્વ સમર્પણ..!
ડૉ.પ્રીતિ સમકિત સુરાના
ગુજરાતી ભાવાનુવાદ:
રક્ષિત અરવિંદરાય દવે
તા.૧૭-૧૧-૧૭Al
0 comments:
Post a Comment